શહેર અને તેની આજુબાજુ ડ્રગ ઉત્પાદન અને સંતાડવા ની પ્રવૃત્તિ ધમધમી રહી છે. વડોદરામાં નશીલા ડ્રગ નો જથ્થો અવારનવાર મળી આવે છે
ત્યારે વધુ એક સ્થળે ડ્રગ વેચતું હોવાની બાતમી મળતા મચ્છીપીઠ વિસ્તાર માં એસ.ઓ.જીએ દરોડોપાડી MD ડ્રગ શોધી કાઢ્યું હતું. એમ.ડી ડ્રગ્સના વેપલાની બાતમીને આધારે દરોડો પડતા હમઝા સલીમ નામના વ્યક્તિ ને ત્યાંથી ડ્રગ મળી આવ્યું હતું.અગાઉ પણ આ જ વિસ્તાર માં 3 શખ્સ એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાઇ ચુક્યા છે
એક મહિના અગાઉ હાથીખાના વિસ્તાર માંથી 40 લાખ નું એમ.ડી ડ્રગ્સ ઝડપાયું હતું. વડોદરામાં ડ્રગ માફિયાનું નેટવર્ક વ્યાપાક હોવાથી પોલીસ ડ્રગ માફિયાને પકડી પાડે છે.હાલ પોલીસ હમઝા સલીમ ને ત્યાં કાર્યવાહી હાથ ધરી છે.હમઝા સલીમ ને ત્યાંથી 50 ગ્રામ 5 લાખ ની કિંમત નું એમ.ડી ડ્રગ્સ ઝડપાયું હોવાની વિગતો મળી છે.
Reporter: News Plus