News Portal...

Breaking News :

કેરળના સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરનાર ૫ વિદ્યાર્થીની ધરપકડ

2025-02-12 14:15:04
કેરળના સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરનાર ૫ વિદ્યાર્થીની ધરપકડ


કોટ્ટાયમ: કેરળના કોટ્ટાયમ સ્થિત એક સરકારી નર્સિંગ કોલેજના પહેલાં વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરનારા ત્રીજા વર્ષના પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. 


જુનિયર વિદ્યાર્થીઓએ પોલીસને જણાવ્યું કે, ત્રણ મહિનાથી તેમની સાથે રેગિંગ કરવામાં આવી રહી હતી, જેનાથી પરેશાન થઈને હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ફરિયાદમાં જણાવ્યું કે, ગત વર્ષે નવેમ્બર મહિનાથી રેગિંગ શરૂ થઈ હતી. 


આ ઘટના કોટ્ટાયમની સરકાર નર્સિંગ કોલેજમાં બની હતી. તિરૂવનંતપુરમના રહેવાસી પહેલાં વર્ષમાં અભ્યાસ કરતાં ત્રણ વિદ્યાર્થીઓએ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં છેલ્લાં ત્રણ મહિનાથી હિંસક રેગિંગ વિશે જણાવવામાં આવ્યું છે. ફરિયાદ બાદ આરોપી વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એન્ટી રેગિંગ એક્ટ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.

Reporter:

Related Post