આજે વહેલી સવારે વડોદરા,હાલોલ સુરત, અમદાવાદ સહિત ના ઘણા સ્થળો ઉપર થી જૈન શ્રાવકો વર્ધમાન તપોવન નિધિ આચાર્ય નયચંન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજ ના વિદ્વાન મુનિ ડો.અજીત ચંન્દ્રસાગર વિજયજી મહારાજ ની નિશ્રામાં ૪૦૦ યાત્રિકો નો સંઘ પાવાગઢ જૈન તીર્થ ની યાત્રાએ નીકળ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રવિવારે મુર્તિઓ ઉખાડી ફેંકી દીધા બાદ ગ્રુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ની સીધી સુચનાથી મુર્તિ ઓ ને પુનઃ સ્થાપિત કરાવ્યા બાદ આજે ૪૦૦ શ્વેતામ્બર યુવાનો સાથે સહસ્ત્રાવધાની ડોક્ટર અજીતચંદ્ર સાગર વિજયજી મહારાજ બધા મંદિરોની વાસક્ષેપ થી પૂજા કરી હતી શ્રાવકોએ શ્રીફળ ચડાવ્યા હતા .લવ કુશ ના પગલાં તથા માતાજી ના દર્શન કર્યા હતાં.દરમ્યાનમાં હાલોલ સંઘ ના આ ઘટના ની પોલિસ ફરીયાદ કરનાર સંજયભાઈ જૈને જણાવ્યું હતું કે આજે લાભાર્થી પુનમચંદજી ભુરાજી ભણશાલી પરીવાર દ્વારા ગુરુદેવ ની નિશ્રામાં ચાલતો સંઘ સવારે ૫.૩૦ વાગે નીકળ્યો હતો.. ડોક્ટર અજીતચંદ્ર સાગર વિજય જે મહારાજની મિશ્રામાં શ્રાવકોએ પુનઃસ્થાપિત થયેલી મૂર્તિઓને પુષ્પ માળા અને શ્રીફળ ચડાવી શાસ્ત્રોક્ત વિધિ કરી હતી.એમ વડોદરા થી યાત્રા માં સાથે જોડાયેલ વૈભવ કોઠારી એ જણાવ્યું હતું.
દરમ્યાનમાં સહસ્ત્રાવધાની ડોક્ટર અજીતચંદ્ર સાગર વિજયજી મહારાજે વ્યાખ્યાન ફરમાવતા જણાવ્યું હતું કે શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવાથી જે લાભ મળે છે તે જ લાભ પાવાગઢ તીર્થ ઉપર યાત્રા કરવાથી મળે છે પાવાગઢ તીર્થ ના મંદિરો ના દર્શન એ લઘુ શત્રુંજય છે તેમ જણાવ્યું હતું .તેમને આ મૂર્તિ ઓ પુનઃ સ્થાપિત કરવા આંદોલન કરનારા પંન્યાસ જેમ પ્રેમ વિજયજી મહારાજ તથા આચાર્ય યશોવર્મા સૂરીશ્વરજી તથા આચાર્ય ભાગ્ય સુરીશ્વરજી મહારાજા તથા તમામ જૈન સંઘો ને અભિનંદન આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે બધા જ શ્રાવક અને શ્રાવીકાએ આ તીર્થની સ્પર્શના કરવી જોઈએ તેમ હાકલ કરી હતી. આજના કાર્યક્રમમાં લાભાર્થી પરિવાર પૂનમચંદજી ભણસાલી ના પરિવારના લોકો તથા પાવાગઢ હાલોલ અમદાવાદ સુરત સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
Reporter: News Plus