વડોદરા: શહેરના સમતા વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે.

ઘટના બનતાની સાથે ફાયર, એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે. આ બિલ્ડિંગ 35 વર્ષ જૂની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે જોઇન્ટ પોલીસ કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
Reporter: