કોંગો :દક્ષિણ પશ્ચિમ કોંગોમાં બોટ પલટી જવાની મોટી ઘટનામાં 25 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે, બોટ પલટી જવાની ઘટનામાં સૌથી વધુ ફૂટબોલ ખેલાડીઓએ જીવ ગુમાવ્યો છે. 30 લોકોને બચાવાયા પ્રાંતીય પ્રવક્તા એલેક્સિસ મ્પુટુએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ રવિવારે રાત્રે માઈ-ન્દોમ્બે પ્રાંતના મુશી શહેરમાં એક મેચમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને લઈ જતી હોડી ક્વા નદીમાં પલટી ગઈ હતી. મ્પુટુએ કહ્યું કે, મોડી રાત્રે ઓછું દેખાવના કારણે ઘટના બની હોવાની સંભાવના છે.
મુશી વિસ્તારના સ્થાનિક વહીવટકર્તા રેનેકલ ક્વાટીબાએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 30 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.મધ્ય આફ્રિકન દેશમાં બોટ અકસ્માતોની ઘટના સામાન્ય બની ગઈ છે, જ્યાં મોડી રાતની મુસાફરી અને ઓવરલોડિંગને ઘણીવાર જવાબદાર ગણવામાં આવે છે. અધિકારીઓ બોટિંગ નિયમો લાગુ કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે. કોંગોની નદીઓ 10 કરોડથી વધુ લોકો માટે પરિવહનનું મુખ્ય માધ્યમ છે. અહીં માળખાકીય સુવિધાઓનો અભાવ છે, જેના કારણે અહીં અનેક વખત હોડી પલટી જવાની ઘટનાઓ બનતી રહે છે, જેમાં અનેક લોકોના મોત થયા રહે છે.
Reporter: admin