લખપત : કચ્છના લખપત તાલુકામાં વરસાદ બાદ શંકાસ્પદ તાવથી ફક્ત છ દિવસમાં જ 15 લોકો મોતને ભેટ્યાં છે. આ ઘટના સામે આવતાં જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તાવ, શરદી-ઉધરસ ને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટિ ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત થઈ જાય છે. હાલ મામલાની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગે 25 ટીમ કચ્છ મોકલી છે, જે સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ આ બીમારીથી બચવા માટે શું કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન આપે છે. આરોગ્ય વિભાગ દ્વારા અબરાડા તાલુકમાં દરેક શેરીઓમાં દવાનો છંટકાવ કરવાનું શરૂ કરી દેવાયું છે.
આ ભેદી બીમારીને લઈને મોતને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા કચ્છ જવા રવાના થયાં છે. જ્યાં, તેઓ બીમારી ગ્રસ્ત તાલુકો અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવની પરિસ્થિતી અંગે વિઝીટ કરશે અને કચ્છ જ્લ્લાના વહીવટી તંત્ર સાથે પણ આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે.
આ ભેદી બીમારીને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત ગામોના લોકોને હેલ્થ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આરોગ્ય અધિકારી ફુલમાલીએ જણાવ્યું કે, અમે લોકોને સમજાવી રહ્યાં છીએ કે, બીમારીથી ડરશો નહીં. જો કોઈપણ પ્રકારનવો તાવ કે શરીરમાં અજુગતી અનુભૂતિ થાય તો તુરંત આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવો. તંત્ર કોઈપણ વ્યક્તિને આઇસોલેટ નથી કરવાના. ફક્ત દર્દીની તપાસ કરવામાં આવશે અને અન્ય વ્યક્તિને આ બીમારી ન થાય તે મુજબની જરૂરી તકેદારી લેવામાં આવશે.
દયાપરના કોંગ્રેસ અગ્રણી દશુભા જાડેજાએ આરોગ્યની ટીમ આક્ષેપ કહ્યું કે, આરોગ્યની ટીમ આવી છે એ તપાસ કરે છે પણ અમને સંતોષ નથી. અમારી કોંગ્રેસની ટીમ પણ આરોગ્યની ટીમની પાછળની પાછળ ફરે છે.
Reporter: admin