News Portal...

Breaking News :

ઓપરેશન સિંદુરમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકોના મોત

2025-05-07 12:41:45
ઓપરેશન સિંદુરમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકોના મોત


દિલ્હી : ભારતીય સેનાના 'ઓપેરશન સિંદુર' માં મસૂદ અઝહરના પરિવારના 14 લોકોના માર્યા ગયાના સમાચાર છે. મસૂદ અઝહરનો આતંકી ભાઇ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. 


મૃતકોની યાદીમાં મસૂદ અઝહરનો ભાઇ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અસગરનો પુત્ર હુજૈફા પણ સામેલ છે. આ સિવાય રઉફ અસગરના ભાઇની પત્નીનું પણ મોત થયું છે.મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક અને મોસ્ટ વોન્ટેડ આતંકી છે. મસૂદ ભારત માટે સૌથી ખતરનાક આતંકવાદીમાંથી એક ગણાય છે. મસૂદ અઝહરની 1999માં ઇન્ડિયન એરલાઇન્સને હાઇજેક મામલે ધરપકડ કરાઇ હતી પરંતુ બાદમાં તેને બંધકોને મુક્ત કરવાના બદલે છોડી મુકવામાં આવ્યો હતો. 


તે બાદથી તે પાકિસ્તાનમાં છુપાઇને કેટલાક મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચતો રહ્યો છે.ઓપેરશન સિંદુર હેઠળ ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકી ઠેકાણાઓ પર મિસાઇલથી હુમલો કર્યો હતો જેમાં બહાવલપુરમાં તેની મદ્રસા અને જૈશનો કાર્યાલય નષ્ટ થઇ ગયો છે. આ હુમલો 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા.

Reporter:

Related Post