News Portal...

Breaking News :

ભારત પરત મોકલેલા ૧૦૪ ભારતીયો અમેરિકામાં ડંકી રુટે ઘૂસ્યા હતા

2025-02-06 10:08:46
ભારત પરત મોકલેલા ૧૦૪ ભારતીયો અમેરિકામાં ડંકી રુટે ઘૂસ્યા હતા


નવી દિલ્હી : અમેરિકામાં ૧૦૪ ભારતીય ગેરકાયદે વસાહતીને લઈને અમેરિકાનું સી-૧૭ પ્લેન ભારતના અમૃતસર એરપોર્ટ પર બપોરે બે વાગે ઉતર્યુ હતુ. 


અમેરિકના ઇતિહાસના સૌથી મોટા સામૂહિક ડિપોર્ટેશન કાર્યક્રમમાં ભારત પરત મોકલેલા ૧૦૪ ભારતીયોમાં ગુજરાતના ૩૭ અને હરિયાણાના ૩૩, પંજાબના ૩૦ ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના નાગરિકોનો સમાવેશ થાય છે.ટ્રમ્પે પરત મોકલેલા ૧૦૪ ભારતીયોમાં ૬૯ પુરુષ, ૨૫ મહિલા અને ૧૩ બાળકો સામેલ છે. આ બધા ભારતમાંથી તો કાયદેસર રવાના થયા હતા, પરંતુ અમેરિકામાં ડંકી રુટે ઘૂસ્યા હતા. અમેરિકામાંથી ડિપોર્ટ કરીને લાવવામાં આવેલા ૩૩ ભારતીયોને મેક્સિકો- અમેરિકા સરહદ પર પકડવામાં આવ્યા હતા. ભારત પહોંચેલા આ લોકોની હાલમાં ધરપકડની કોઈ શક્યતા નથી, કારણ કે તેમણે કોઈ કાયદાનો ભંગ કર્યો નથી. હાલમાં ૧૦૪ ભારતીયોને વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓએ કોઈ ગંભીર ગુના આચર્યા છે કે નહીં તેની તપાસ થશે. 


એક અંદાજ મુજબ અમેરિકામાંથી હાલમાં ૧૮ હજાર ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે. એક અંદાજ મુજબ અમેરિકામાં ૭.૨૫ લાખ ભારતીયો ગેરકાયદે રહે છે. આમ અમેરિકામાં ગેરકાયદે રહેનારાઓમાં મેક્સિકન અને અલ સાલ્વાડોરના નાગરિકો પછી ભારતીયો ત્રીજા સ્થાને આવે છે. ગયા મહિને ભારત સરકારે જણાવ્યું હતું કે તે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીય નાગરિકોને પરત લેવા માટે હંમેશા તૈયાર રહે છે. વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે ભારત તપાસ કરી રહ્યું છે કે અમેરિકામાં કેટલા ભારતીય ગેરકાયદેસર રીતે રહે છે. તેને પરત મોકલી શકાય છે કે નહીં. અમેરિકાથી ગેરકાયદે પ્રવાસન માટે ગયેલા અને ત્યાંથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયો અમૃતસર પહોંચ્યા છે, જેમાં 33 ગુજરાતી નાગરિકોનો સમાવેશ થાય છે.

Reporter: admin

Related Post