News Portal...

Breaking News :

ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં બે દિવસમાં 100 મણનો વધારો

2024-05-09 10:57:37
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં બે દિવસમાં 100 મણનો વધારો


ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 9 મેના રોજ કેરીની હરાજી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું છે. ભાવનગર જિલ્લામાં કેસર કેરીનો ભાવ એક મણના 1000 રૂપિયાથી 2700 રૂપિયા સુધી પહોંચ્યો છે. પ્રતિ એક મણના 500 રૂપિયાનો ઘટાડો થયો છે. તેમજ કેરીની આવકમાં બે દિવસમાં 100 મણનો વધારો થયો છે.



કેસર કેરીનો ભાવ 1000 રૂપિયાથી 2700 રૂપિયા સુધી નોંધાયો હતો. સરેરાશ ભાવ 2050 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 900 મણ કેસર કેરીની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરીની( દેશી )પણ આવક નોંધાઈ હતી. જેના પ્રતિ 1 મણના નીચા ભાવ 500 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ  1200 રૂપિયા સુધીના રહ્યા હતા. હાલ કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે.

Reporter: News Plus

Related Post