વડોદરા : શહેર ન્યુ વીઆઈપી રોડ પર આવેલા નાગબાનગર-2 ખાતે જ્યોતિ બોટલીંગ નામની સોડાની ફેક્ટરીમાંથી 10 બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મુક્ત કરાવ્યા છે. જ્યાં બાળમજૂરી કરવામાં આવતી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ બાળકોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાનું જણાતાં ફેક્ટરીના માલિક પ્રકાશ ઠાકુર કેશવાણી વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફેક્ટરી માલિક વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-2015ની કલમ-79 અને ચાઈલ્ડ લેબર એક્ટ-1986ની કલમ-14 મુજબ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

મુક્ત કરી 10 બાળકો અને તેમના પરિવાર સાથે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને બાળકોને ફરીથી બાળ મજૂરીમાં ન જાય તે માટે જરૂરી સમજ આપવામાં આવી હતી અને તેમને તેમના સગા-સંબંધીઓને સોંપવામાં આવ્યા છે.
Reporter: admin