મુંબઈ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટેલિવિઝન શો એ ઘણા કલાકારોને એક અલગ ઓળખ આપી છે.

આ કલાકારોમાંથી એક ભવ્ય ગાંધી, જેમણે 2008માં આ શોમાં 'ટપુ'નું લોકપ્રિય પાત્ર ભજવીને ઘર-ઘર સુધી નામના મેળવી હતી. જોકે, 2017માં ભવ્યએ આ શો છોડી દીધો હતો અને ત્યારથી તે ગુજરાતી સિનેમાનો હિસ્સો છે. લાંબા સમય પછી ભવ્ય ગાંધીએ 'તારક મહેતા' શોમાં પોતાના કમબેક અને શો છોડવાના કારણો વિશે એક મોટું નિવેદન આપ્યું છે.જ્યારે ભવ્યએ શો છોડ્યો, ત્યારે ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે પૈસાના કારણે શો છોડ્યો. એવું પણ કહેવામાં આવ્યું કે તે એક એપિસોડ માટે દસ હજાર રૂપિયા લેતો હતો.એક્ટરે હવે આ અફવાઓ પર મૌન તોડ્યું છે.
હિન્દી રશને આપેલા ઇન્ટરવ્યૂમાં ભવ્યએ કહ્યું કે- મેં ક્યારેય પૈસા માટે કામ કર્યું નથી. ન તો મેં પૈસા માટે શો છોડ્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે પ્રતિ એપિસોડ દસ હજાર રૂપિયા ચાર્જ કરતો હતો, તો તેણે જવાબ આપ્યો, "ના. મને ખબર નથી કે શો માટે મને કેટલા પૈસા મળ્યા. કારણ કે હું નાનો હતો. તમામ લેવડ-દેવડ મમ્મી-પાપા જોતા હતા. મેં આજ સુધી તેમને એ પૂછ્યું નથી કે શો માટે મને કેટલી ફી મળતી હતી."ભવ્યના શો છોડ્યા પછી, ટપુનું પાત્ર રાજ અનડકટ અને હાલમાં નીતીશ ભાલુની ભજવી રહ્યા છે. ભવ્યને પૂછવામાં આવ્યું કે શું તે શોમાં પાછા ફરવા માંગશે? તેણે કહ્યું, "હા, કેમ નહીં. હું ચોક્કસ શોમાં જવા ઈચ્છીશ. મને મારી લાઇફનું ક્લોઝર મળી જશે." ભવ્યએ એ પણ કહ્યું કે- તેની પ્રતિભાને સૌથી પહેલા અસિત મોદીએ ઓળખી હતી. ભવ્યના આ સ્ટેટમેન્ટ પછી, ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે અને તેઓ અનુમાન લગાવી રહ્યા છે કે ટૂંક સમયમાં શોમાં ભવ્યની વાપસી થવાની છે.
Reporter: admin







