દુબઈઃ ભારતે આજે અહીં ન્યૂ ઝીલૅન્ડને રોમાંચક ફાઇનલમાં છ બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું અને ચૅમ્પિયન્સ ટ્રોફીનો તાજ ફરી એકવાર જીતી લીધો હતો. 2013 બાદ ભારત પાછું આ વન-ડે આઇસીસી ટૂર્નામેન્ટમાં ચૅમ્પિયન બન્યું છે.

બીજા જ બૉલમાં સિક્સર ફટકારીને ઇનિંગ્સની ધમાકેદાર શરૂઆત કરનાર કૅપ્ટન અને પ્લેયર ઑફ ધ ફાઇનલ રોહિત શર્મા (76 રન, 83 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. ભારત 2024માં ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યું ત્યાર બાદ હવે આઠ મહિને ચૅમ્પિયન્સ ટ્રોફીની બહુમૂલ્ય ટ્રોફી જીત્યું છે.ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે મ્હાત આપી ટ્રોફી જીતી છે. 12 વર્ષ બાદ ફરી ભારતે ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, અગાઉ એમ એસ ધોનીની આગેવાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે. આટલું જ નહીં ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો છે.

આ જીત સાથે જ ન્યૂઝીલેન્ડ સાથેનો ભારતનો 25 વર્ષ જૂનો હિસાબ બરાબર થયો. વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને મ્હાત આપી હતી. તે મેચમાં ભારતના કેપ્ટન સૌરવ ગાંગુલીએ 117 રન ફટકાર્યા હતા. ફાઇનલ મેચમાં અંતિમ 10 ઓવરોમાં મેચ અત્યંત રોમાંચક મોડ પર પહોંચી. ભારતે પાંચ વિકેટો ગુમાવી. અક્ષર પટેલ 20 રન બનાવી આઉટ થયો.ટીમ ઈન્ડિયાનો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ ફાઈનલ જોવા આવ્યો હતો. જેમાં તેની બાજુમાં એક છોકરી બેઠેલી દેખાય છે. ઑફિશિયલ બ્રોડકાસ્ટરના કેમેરામાં કેદ થઈ ગયેલા ચહલની સાથે કોણ છોકરી છે, તેની ચર્ચા સોશિયલ મીડિયામાં શરૂ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સની અફવા પણ ઊડી છે.

Reporter: admin