News Portal...

Breaking News :

બરોડા ડેરીનું ભ્રષ્ટાચારી કૌભાંડ બહાર પાડવા જતા સાવલી નગરપાલિકાનું કૌભાંડ ઉઘાડું થયું

2025-06-05 15:26:34
બરોડા ડેરીનું ભ્રષ્ટાચારી કૌભાંડ બહાર પાડવા જતા સાવલી નગરપાલિકાનું કૌભાંડ ઉઘાડું થયું


વડોદરા : સાવલી ધારાસભ્ય દ્વારા બરોડા ડેરી નું ભ્રષ્ટાચારી કૌભાંડ ઉજાગર કરતા સાવલી નગરપાલિકાનું કૌભાંડ ઉઘાડું થયું છે. સાવલી નગરપાલિકા દ્વારા કોઈપણ  ટેન્ડર વગર  નગરપાલિકાએ સરકારી જગ્યામાં કોમ્પ્લેક્સ ઊભું કર્યું છે. 




સાવલી નગરપાલિકાએ દુકાનદારો પાસે સંમતિ કરાર કરાવ્યા હતા.સાવલી નગરપાલિકા દુકાનદારોને વીજ કનેક્શન આપવા MGVCLને પત્ર લખ્યો છે . સાવલી નગરપાલિકાનો કેતન ઇનામદારે પ્રેસ કોન્ફરન્સમાં સાવલી નગરપાલિકાનો લૂલો બચાવ કર્યો હતો. કેતન ઇનામદારે જણાવ્યું હતું કે આ કોમ્પ્લેક્સ દુકાનદારો દ્વારા કોન્ટ્રાક્ટર પાસે બનાવેલ છે. તો આ કોમ્પ્લેક્સ પર સાવલી નગરપાલિકાનું બેનર કેમ?પ્રત્યેક દુકાનદાર પાસે સાડા ત્રણ લાખ રૂપિયા ઉઘરાયા હોવાની વાત બહાર આવી છે. આ જગ્યા નગરપાલિકાની નથી છતાં કોમ્પલેક્ષ ઉભું કરાયું છે. દુકાનદારોનો સંપર્ક કરતા નામ જાહેર નહીં કરવાના રીતે દુકાનદારે માહિતી આપી હતી અને દુકાનદારે મીડિયા સમક્ષ પુરાવા રજૂ કર્યા હતા. 



દુકાનદારે નગરપાલિકાનું સોગંદનામુ મીડિયા સમક્ષ રજૂ કર્યું હતું જેમાં પ્રથમ પક્ષકાર તરીકે દુકાનદાર જ્યારે બીજા પક્ષકાર તરીકે સાવલી નગરપાલિકા છે.આ સોગંદનામાં ઉલ્લેખ કરાયો છે કે તારીખ 1 થી 5 માં નગરપાલિકા ₹2500 રૂપિયા ભાડું વસૂલશે.આ સોગંદનામાં માં દુકાન નો માલિકી હક ફેર નહીં થાય દર ત્રણ વર્ષે ભાડું વધશે.સાવલી નગરપાલિકાએ પીપીપી ધોરણ હેઠળ દુકાન બનાવી આપેલ છે. સાવલી નગરપાલિકા દુકાનદારોને વીજ કનેક્શન આપવા વિનંતી કરતો પત્ર પર લખાયો છે. આ લેટર માં સાવલી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની સહી પણ કરવામાં આવી છે. આ વિષયમાં જો નગરપાલિકાએ દુકાન બનાવી જ નથી તો ભાડુ કેમ વસુલ્યું? નગરપાલિકાએ કોમ્પ્લેક્સ બનાવી 95 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી હતી.શું શું આ નગરપાલિકા વિરુદ્ધ નો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ ના થવો જોઈએ? ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેતન ઇનામદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દુકાનો કોન્ટ્રાક્ટર દ્વારા બાંધવામાં આવી છે. તો શું કોન્ટ્રાક્ટર ઉપર ગુનો દાખલ થવો જોઈએ કે નહીં?

Reporter: admin

Related Post