વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગત મોડી રાત્રે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક રિક્ષા ચાલકનો પગ કેબિન અને શીટની વચ્ચે ફસાઈ ગયો હતો. જેને પગલે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રિક્ષા ચાલકનો પગ બહાર કાઢીને રિક્ષાચાલકને રેસ્ક્યુ કર્યો હતો.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગત રાત્રે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેને પગલે રિક્ષાચાલકનો પગ રિક્ષાની કેબિન અને સીટ વચ્ચે ફસાઈ જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોએ તુરંત જ વડીવાડી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રિક્ષાચાલકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અડધો કલાકની જહેમત બાદ રિક્ષાચાલકનો પગ કેબિન અને સીટ વચ્ચેથી બહાર કાઢ્યો હતો.
રિક્ષાચલકનો પગ કેબીન અને સીટ વચ્ચે ફસાઈ જતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી રિક્ષા ચાલકને બહાર કાઢ્યા બાદ તુરંત તેને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ગોત્રી પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગોત્રી વિસ્તારમાં આવેલા યશ કોમ્પ્લેક્સ પાસે ઉભેલી કારમાં રિક્ષાચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેમાં રિક્ષાચલક રિક્ષામાં ફસાઈ ગયો હતો અને રિક્ષાચાલક ઇજાગ્રસ્ત થયો હતો
Reporter: News Plus