વડોદરા,શહેરમાં પોલીસ ની રહેમ નજર હેઠલ ગેરકાયદે દોડતા વાહનો સામે પોલીસ કાર્યવાહી કરે છે. પરંતુ, જેવી ડ્રાઇવ બંધ થાય કે તરત જ કેટલાક એજન્ટો ફરીથી સક્રિય થઇ જતા હોય છે. પોલીસ અધિકારીઓ દ્વારા આ એજન્ટો સામે કડક કાર્યવાહી થાય તો ગેરકાયદે દોડતા વાહનો બંધ થાય. પરંતુ હપ્તાઓ નું મસમોટા નેટવર્ક હોવાથી આ વાહનો ને દોડતા અટકાવવા મહામુશ્કેલ છે. જો હપ્તાઓ નું રાજકણ બધ થાય તો જ ગેરકાયદે દોડતા વાહનો બધ થાય તેમ છે.શહેરના અલગ - અલગ પોઇન્ટ પર રોજના સંખ્યાબંધ ગેરકાયદે વાહનો દોડે છે. ડભોઇ રોડ સોમા તળાવ પાસેથી જ એક અંદાજ મુજબ, રોજના ૭૦ નાના વાહનો તેમજ ૩૦ જેટલી મોટી લકઝરી બસો દોડે છે. જે ડભોઇ,રાજપીપળા, બોડેલી, છોટાઉદેપુર સુધી જતા હોય છે. ડભોઇ રોડ પર સરકારી વાહનો દર ૧૫ - ૨૦ મિનિટે દોડતા હોય છે. પરંતુ, સ્થાનિક અને ટ્રાફિક પોલીસની રહેમ નજરના કારણે ગેરકાયદે વાહનો ખુલ્લેઆમ દોડી રહ્યા છે. તેવી જ રીતે અમિત નગર પાસેથી ૧૮૦ જેટલા વાહનો દોડે છે. જ્યારે ગોલ્ડન ચોકડીથી હાલોલ અને અમદાવાદ વચ્ચે મુસાફરોની હેરાફેરી કરતા ૪૦ વાહનો દોડી રહ્યા છે. સુશેનથી પોર, કરજણ સુધી ૪૦ વાહનો દોડે છે. કીર્તિસ્થંભથી પાદરા તરફ રોજના ૩૦ નાના વાહનો અને ૭ લકઝરી બસો ચાલી રહી છે. કપુરાઇથી ભરૃચ અને સુરત તરફ ૩૦ વાહનો દોડી રહ્યા છે. વધુ નફો કમાવવા માટે તેઓ મુસાફરોને ક્ષમતા કરતા વધુ બેસાડે છે.
Reporter: News Plus