વડોદરા : દેશમાં યુદ્ધની પરિસ્થિતિને લઈ વડોદરાની સયાજી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે. હાલમાં તાત્કાલિક વિભાગના પ્રથમ માળે એક્સ્ટ્રા વોર્ડ ઉભો કરવામાં આવે છે.

જેમાં જો આપાતકાલીન પરિસ્થિતિ ઉભી થાય તો તેનો ઉપયોગ થઈ શકે સાથે જ તમામ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે અને કટોકટીની સ્થિતિમાં ઓક્સિજન પુરવઠો, વીજળી સહિત દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારની વ્યવસ્થા હાલમાં કરવામાં આવી છે.

હાલમાં હોસ્પિટલના આરએમઓ દ્વારા સતત તમામ વિભાગોની મુલાકાત લેવામાં આવી રહી છે અને નર્સિંગ સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરવામાં આવ્યું છે.




Reporter: admin