News Portal...

Breaking News :

વડોદરા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ કરી મોટી સંખ્યામાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ

2025-04-26 17:48:33
વડોદરા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ કરી મોટી સંખ્યામાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ


વડોદરા : એક સંસ્કારીનગરી તરીકે સમગ્ર વિશ્વમાં વડોદરા પોતાની આગવી ઓળખ ધરાવે છે. બીજી તરફ દેશમાં જ્યારે પણ કોઇ મોટી ઘટના બનતી હોય ત્યારે મોટા ભાગે તપાસમાં વડોદરા કનેકશન સામે આવતું હોય છે.


દેશ વિરોધી પ્રવૃતિઓમાં સામેલ વ્યકિતઓ હોય કે, પછી વર્ષ 2008 અમદાવાદ સિવિલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાની તપાસ દરમિયાન વડોદરા કનેક્શન સામે આવતા દેશની સુરક્ષા એજન્સીઓ વડોદરા આવી આરોપીને પકડી તેમની આકરી પુછતાછ કરતી હોય તેવા અનેક કિસ્સા છે. તાજેતરમાંજ યુપીના ચકચારી ધર્માન્તરણ પ્રકરણમાં તેમજ સીએએના વિરોધ પ્રદર્શનમાં વડોદરામાંથી કરોડોનું ફંડિંગ થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. યુપી પોલીસે વડોદરાના આફમી ટ્રસ્ટના ટ્રસ્ટી સલાઉદ્દીનની ધરપકડ કરી અને ઉમર ગૌતમ સામે પણ ગુનો નોંધાયો હતો.તેવામાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને લઇ દેશભરની સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સતર્કતા દાખવી રહીં છે. 


ત્યારે વડોદરા પોલીસ રાત્રીના સમયે ઘોર નિંદ્રામાં રહીં અને સવારે જ્યારે અમદાવાદ અને સુરત પોલીસની ઘૂસણખોરો સામેની કાર્યવાહી જોય સવારે જાગી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ કરી મોટી સંખ્યામાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહીં છે. આ સાથે બાંગલાદેશીઓના સરકારી દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી રહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 25 એપ્રિલની મોડીરાતથી અમદાવાદ અને વડોદરા તથા સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી.

Reporter: admin

Related Post