વડોદરા: સયાજીપુરા પાણીની ટાંકી પાસે વિનાયક રેસીડેન્સીમાં ભાવિકાબેન મિસ્ત્રી પરિવાર સાથે રહે છે. તેમનું એક ઘર માંડવી બાજવાડા ખાતે પણ છે.
મહિનામાં એકાદ બે વખત તેઓ બાજવાડાના ઘરે જઈને સાફ-સફાઈ કામ કરે છે ગત તા.10 મેના રોજ બાજવાડાના મકાનમાં સફાઈ કામ કરીને તેઓ ઘરે જતા રહ્યા હતા અને 29 મી તારીખે સવારે 11:30 વાગે પરિવાર સાથે બાજવાડાના મકાનમાં આવ્યા ત્યારે જોયું તો દરવાજો ખુલ્લો હતો અને લોક તૂટેલી હાલતમાં પડ્યું હતું.
ઘરમાં જઈને તપાસ કરી તો ચોર ટોળકી સાડા સાત તોલાના સોનાના દાગીના તથા ચાંદીના વાસણો મળી કુલ 1.96 લાખની મતા ચોરી ગઈ હોવાનું જણાયું હતું. ચોરીની દ્રષ્ટિએ નાગરિકો માટે સલામત ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં જ મકાનના તાળા તૂટતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Reporter: admin