News Portal...

Breaking News :

પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં બે બાળકોને સ્કૂલનો યુનિફોર્મ નહીં પહેર્યો હોવાના કારણે સ્કૂલમાંથી કાઢ

2025-02-07 15:55:40
પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં બે બાળકોને સ્કૂલનો યુનિફોર્મ નહીં પહેર્યો હોવાના કારણે સ્કૂલમાંથી કાઢ


વડોદરાઃ વડોદરા નજીક શેરખી ગામ ખાતેની પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં બે બાળકોને સ્કૂલના લોગો સાથેનો યુનિફોર્મ નહીં પહેર્યો હોવાના કારણે સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ આ બાળકોના વાલીઓએ કર્યો હતો.


સ્કૂલ ખાતે પહોંચેલા વાલીઓએ આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.તેમનું કહેવું હતું કે, સ્કૂલ દ્વારા યુનિફોર્મનું ઓનલાઈન વેચાણ કરવામાં આવે છે અને બહાર મળતા યુનિફોર્મ કરતા મોંઘો હોય છે.અમે બહારથી બાળકો માટે યુનિફોર્મ લીધો હતો પરંતુ તેના પર લોગો નહીં હોવાનું કારણ આપીને સ્કૂલે બાળકોને સ્કૂલમાંથી ટ્રાન્સફર સર્ટિફિકેટ આપી દેવાની ધમકી આપી હતી.આજે સ્કૂલમાંથી અમને બાળકોને ઘરે લઈ જવા માટે ફોન આવ્યો હતો અને તેના કારણે અમારે સ્કૂલે દોડવું પડયું હતું.વાલીઓએ કહ્યું હતું કે, સ્કૂલનું વલણ સરકારના નિયમ વિરુધ્ધનું છે.


આ પહેલા શિયાળામાં બાળકોએ  યુનિફોર્મમાં ના આવતું હોય તેવું જેકેટ પહેર્યું હતું તો આ જેકેટ કઢાવીને બાળકોને બેસવાની ફરજ પાડવામાં આવી હતી.આમ સ્કૂલ સરકારના નિયમનું જ ઉલ્લંઘન કરી રહી છે.દરમિયાન આ વાલીની સાથે રજૂઆત કરવા માટે ગયેલા ઓલ ગુજરાત વાલી મંડળના દિપક પાલકરે કહ્યું હતું કે, આ ઘટનાની જાણકારી મળ્યા બાદ ડીઈઓ કચેરીના એક અધિકારી દોડી આવ્યા હતા અને તેઓ સ્કૂલ સંચાલકોની તરફેણમાં હોય તેવું લાગતું હતું.અમારા માટે આ બાબત આશ્ચર્યજનક હતી.જોકે આ મામલામાં છેવટે વાલીનું સ્કૂલ સંચાલકો સાથે સમાધાન થઈ ગયું હતું.

Reporter: admin

Related Post