વડોદરા :ગત તા.૨૯ઓક્ટોબર ના રોજ બપોરના ત્રણ થી ચાર વાગ્યાના દરમ્યાન મોપેડની ડેકી કોઇ અજાણ્યા ચોરે ખોલી ડેકીની અંદર રાખેલ રોકડા રૂ.૪૦,૦૦૦ની ચોરી કરી લઈ ગયેલ હતા.
ઉપરોક્ત બનેલ ડેકીમાંથી રૂપીયાની થયેલ ચોરીનો અનડીટેકટ ગુનો હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીને સત્વરે શોધી કાઢી ગુનો ડીટેકટ કરવા આવ્યો હતો.આરોપીની સીસીટીવી, ટેકનીકલ, હ્યુમન સોર્સ આધારીત કરેલ તપાસમાં આ ગુનામાં એક સ્પ્લેન્ડર પ્લસ મો.સા.અને ભાંડવાડામાં રહેતા મહમંદહુસેન ઉર્ફે કાલુ મિર્ઝા તેમજ મોઇનખાન પઠાણ શંકાસ્પદ જણાઇ આવતા જેથી ટીમ આ શંકાસ્પદ મો.સા.અને બન્ને ઇસમોની ભાંડવાડા ખાતે તપાસમાં રહેતા દરમ્યાન આ શંકાસ્પદ મો.સા.પર બે ઇસમો ભાંડવાડામાંથી નિકળી જતા જણાતા આ મો.સા.ને રોકવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇશારો કરતા બન્ને ઇસમો પોલીસને જોઈ મો.સા.પલ્ટાવી નાશવાની કોશીશ કરતા
તેઓ શંકાસ્પદ હોય બન્ને ઇસમોને તેઓ પાસેની મો.સા.સાથે કોર્ડન કરી આ બન્ને ઇસમમાં ન.(૧) મોઇનખાન મહેમુદખાન પઠાણ તથા ન.(૨) મહમંદહુસેન ઉર્ફે કાલુ અર્શદભાઇ મિર્ઝા બન્ને રહે. ફતેપુરા ભાંડવાડા વડોદરાના હોય તેઓ પાસેથી રોકડા ૧૪,૦૦૦મળી આવતા આ રૂપીયા અને મો.સા.ની પુછપરછ કરી તપાસ કરતાં આ બન્ને ઇસમો અને એક સગીર એ રીતે ત્રણ જણાએ સંગમ ચાર રસ્તા પાસેના રોડ પર ફ્રુટ લઇ રહેલ ફરીયાદીબેને તેઓની પાસે રૂપીયા ઓલા મોપેડની ડેકીમાં મુકતા જોઇ લેતા આ મહીલાની મોપેડનો ત્રણેયએ મો.સા.પર પીછો કરી ફરીયાદીબેને હરણી વારસીયા રીંગ રોડ પરની એસ.બી.આઇ.બેન્ક પાસે પાર્કીંગમાં તેનુ મોપેડ પાર્ક કરી મહીલા બેંકની અંદર જતાં આ મહીલાની ડેકીમાં રૂપીયા હોવાનુ ખબર હોય ત્રણેય જણાએ આ મહીલાના મોપેડની ડેકી તેમાં રાખેલ રોકડા ૪૦,૦૦૦ ની ચોરી કરેલાનુ અને તેઓ પાસેથી મળેલ રૂપીયા આ રૂપીયા પૈકીના રૂપીયા હોવાનું જણાવતા જેથી આ બન્ને ઇસમોની આ ડેકી ચોરીના ગુનામાં સંડોવણી જણાતા વધુ તપાસ માટે વારશિયા પો.સ્ટે.ને સોંપેલ છે.
Reporter: admin