News Portal...

Breaking News :

ટોળકીને બેંક ખાતા આપનારા ત્રણ શખ્સોને દબોચી લેવાયા

2025-05-27 09:27:13
ટોળકીને બેંક ખાતા આપનારા ત્રણ શખ્સોને દબોચી લેવાયા


શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને 1.28 કરોડ રૂપિયાની ઠગાઇ કરતી ટોળકી ઝડપાઇ...



શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને 1.28 કરોડ રૂપિયાની ઠગાઇ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનાર 3 શખસોની વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે સિનિયર સિટીઝનને સાયબર માફિયાઓએ વોટસએપ દ્વારા મેસેજ કર્યો હતો અને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી હતી અને લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમજ સિટાડેલ સિક્યુરિટીઝ નામની કંપની હોવાનું જણાવી બીજા લોકોને સારું એવું પ્રોફિટ મળે છે, તેવી ખોટી વાત કરી હતી અને એક લિંક પરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને ભેજાબાજે વોટસએપ દ્વારા અલગ અલગ બેંક ખાતાઓ મોકલી તેમા ટુકડે ટુકડે વિવિધ બહાને કુલ 1,28,98,453 રૂપિયા ભરવડાવ્યા હતા અને સિનિયર સિટીઝનને વિશ્વાસમાં માટે તેમના બેંક ખાતામાં 1 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા 


ત્યારબાદ 1,28,98,453 રૂપિયાની છેતરપિંડી કરી હતી. વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત રાજકોટની આવતી હતી. આ ટીમ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ ત્રણેય આરોપીએ સહ આરોપીઓ પાસેથી 10થી વધુ બેંક ખાતાઓ કમિશન પેટે લઇ ફ્રોડમાં ઉપયોગ કરવા માટે આગળ સહ આરોપીઓને સોપી દીધા હતા છે. જેના માટે તેમણે કમિશન લીધું છે. પોલીસે આ મામલે રવિ રાજુભાઇ વાળા (ઉ.વ. 26, રહે. રાજકોટ)ફિરોઝ ફારૂકભાઈ દોહિયા (ઉ.વ.26, રહે. રાજકોટ) અને મહમદઅકીલ અસલમભાઇ બેલીમ (ઉ.વ.31, રહે. રાજકોટ)ને ઝડપી પાડ્યા છે.

Reporter: admin

Related Post