News Portal...

Breaking News :

ખેડામાં ચકલાસીમાં ઘરમાં ઘૂસી વૃદ્ધાનું મોઢું દબાવી લૂંટ ચલાવી

2024-12-02 14:36:26
ખેડામાં ચકલાસીમાં ઘરમાં ઘૂસી વૃદ્ધાનું મોઢું દબાવી લૂંટ ચલાવી


ખેડા : જિલ્લામાં ઠંડીમાં જાણે લૂંટારુઓ બેફામ બન્યા છે.ચકલાસીમાં ઘરમાં ઘૂસી વૃદ્ધાનું મોઢું દબાવી લૂંટ ચલાવવામાં આવી છે.


જેમાં ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથધરી છે,પોલીસે ઘરની આસપાસ અને રોડની બહાર સીસીટીવી કેમેરા તપાસ માટે લીધા છે અને તપાસ કરી રહી છે.સોનાના દાગીના ખેંચી બન્ને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા અને 1.70 લાખથી વધુના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે,વૃદ્ધા રાત્રે સુઈ ગયા હતા અને તે દરમિયાન અજાણ્યા શખ્સો ઘરે આવ્યા અને લૂંટ કરી પહેલા વૃદ્ધાને મોંઢાના ભાગે રૂમાલ બાંધ્યો અને તેમને બાંધી દેવામાં આવ્યા હતા અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.


વૃદ્ધાની ઉંમર 75 વર્ષ છે અને કાનમાં પહેરેલી બુટ પણ ખેંચી લેવામાં આવી હતી જેના કારણે વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.ચકલાસી પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાઈ છે જેમાં મહિલાના શરીરે પહેરેલા સોનાના દાગીના ખેંચી બે લૂંટારૂઓ લૂંટ કરી ફરાર થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.ચકલાસીના દેવકાપુરા વિસ્તારમાં કાળકા માતાના મંદિર પાસે રહેતા 75 વર્ષીય વૃદ્ધા લુંટાયા છે.75 વર્ષીય જાનાબેન સોડાભાઈ ભરવાડ રાત્રે સુઈ રહ્યા હતા તે દરમિયાન મોઢું દબાવી લૂંટ કરી હતી,વૃદ્ધા ઘરમાં એકલા હતા અને લૂંટ ચલાવવામાં આવી છે.જાનાબેને સમગ્ર હકીકત ભાણિયાને જણાવતા સારવાર અર્થે દવાખાને સારવાર કરાવી ચકલાસી પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવાઈ છે.પોલીસે એફએસેલની મદદ પણ લીધી છે.

Reporter: admin

Related Post