News Portal...

Breaking News :

મુસાફરોથી ભરેલી બેકાબૂ બસ સ્ટોપમાં જ ઘૂસી ગઈ : દસ લોકોના મોતઅને 20 લોકો ઘાયલ

2024-09-30 20:04:16
મુસાફરોથી ભરેલી  બેકાબૂ બસ સ્ટોપમાં જ ઘૂસી ગઈ : દસ લોકોના મોતઅને 20 લોકો ઘાયલ





ગુરદાસપુર: પંજાબના બટાલા-કાદિયાંમાં સોમવારે બપોરે એક મુસાફરોથી ભરેલી  બેકાબૂ બસ સ્ટોપમાં જ ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં આઠથી દસ લોકોના મોત થયાના અહેવાલ છે અને 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાંવ્યા છે. 
એક ખાનગી બસ બટાલાથી મોહાલી જઈ રહી હતી, જ્યારે બસ શાહાબાદ ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે બાઇક સવારને બચાવતી વખતે તે ત્યાંના બસ સ્ટેન્ડની બિલ્ડિંગ સાથે અથડાઈ હતી.



અકસ્માતને લઈને મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માને બટાલા -કાદિયન રોડ પર થયેલા ભયંકર અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્ય પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે બટાલા-કાદિયન રોડ પર એક બસ અકસ્માતનો ભોગ બની છે, જેમાં કેટલાક લોકોના મોતના દુઃખદ સમાચાર છે અને કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ હોવાના પણ અહેવાલો છે. મુખ્ય પ્રધાને કહ્યું કે તેમણે વહીવટીતંત્ર સાથે વાત કરી છે અને અધિકારીઓ સ્થળ પર છે. પીડિત પરિવારો પ્રત્યે તેમની સંવેદના છે. પંજાબ સરકાર પીડિત પરિવારોની સાથે છે.



પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયંકર હતો કે બસ સ્ટોપનું લેન્ટર તૂટીને બસમાં જઈ પડ્યું હતું. અકસ્માત બાદ ભારે અફરાતરફી નાચિ ગઈ હતી અને ચીસાચીસ થવા માંડી હતી. અકસ્માતની જાણ થતાં તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોરદાર અથડામણ બાદ બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે 6 લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે.

Reporter: admin

Related Post