News Portal...

Breaking News :

મોદી સરકારે IMF માંથી ભારતના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર ડૉ.કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને પદ પરથી હટાવ્યા

2025-05-04 10:00:08
મોદી સરકારે IMF માંથી ભારતના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર ડૉ.કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને પદ પરથી હટાવ્યા


દિલ્હી : મોદી સરકારે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) માંથી ભારતના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને પદ પરથી હટાવી દીધા છે. 


આ નિર્ણય મોદી કેબિનેટની નિમણૂક સમિતિએ 30 એપ્રિલના આદેશમાં જણાવ્યું છે. આદેશમાં કહ્યું છે કે મંત્રીમંડળની નિમણૂક સમિતિ (ACC) એ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડમાં ભારતના કાર્યકારી નિર્દેશક તરીકે ફરજ બજાવતા ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનની સેવાઓ તાત્કાલિક અસરથી ખતમ કરવામાં આવે છે. ડૉ. સુબ્રમણ્યન ઓગસ્ટ 2022થી આ પદ માટે નોમિનેટ થયા હતા અને તેમણે  1 નવેમ્બર 2022ના રોજ આ પદભાર સંભાળ્યો હતો. 


 

તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હતો જે નવેમ્બર 2025માં ખતમ થવાનો હતો પણ મોદી સરકારને 6 મહિના અગાઉ જ ચોંકાવનારો નિર્ણય લેતા બધાને વિચારતા કરી દીધા છે. IMFની સત્તાવાર વેબસાઇટ અનુસાર, કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ 2 મે સુધી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદ પર હતા. જ્યારે ભારત, બાંગ્લાદેશ, ભૂટાન અને શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કરતી આ બેઠક 3 મેથી ખાલી જાહેર કરવામાં આવી છે. ડૉ. સુબ્રમણ્યમની વિદાય 9 મેના રોજ યોજાનારી મહત્વપૂર્ણ IMF બોર્ડની બેઠકના થોડા દિવસો પહેલા જ થઈ છે, જેમાં પાકિસ્તાનને વધારાની નાણાકીય સહાય પૂરી પાડવાના મુદ્દાની સમીક્ષા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદી ભંડોળ અંગે ચિંતા વ્યક્ત કરીને ભારત આ બેઠકમાં પાકિસ્તાનને વધારાની નાણાકીય સહાયનો વિરોધ કરે તેવી શક્યતા છે. હકીકતમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Reporter: admin

Related Post