નવી દિલ્હી: કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ નવી શિક્ષણ નીતિને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શિક્ષણ દ્વારા ફક્ત તેના ત્રણ એજન્ડા ૩-સી (સેન્ટ્રલાઇઝેશન, કોમર્સિયલાઇઝેશન અને કોમ્યુનલાઇઝેશન) જ લાગુ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગાંધીનો આરોપ હતો કે હાઈપ્રોફાઇલ શિક્ષણ નીતિ પાછળ સરકારે તેનો વાસ્તવિક ઇરાદો છૂપાવ્યો છે. સરકાર ભારતમાં બાળકો અને યુવાઓના શિક્ષણને લઈને ઘણી ઉદાસીન છે. દેશના અગ્રણી અખબાર ધ હિન્દુમાં લખેલા તંત્રીલેખમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે ંછેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારના ટ્રેક રેકોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે તેની મુખ્ય ચિંતા શિક્ષણમાં ત્રણ મુખ્ય એજન્ડાના અમકલીકરણની છે, તેને ાલોકોની કોઈ ચિંતા નથી. તેને ફક્ત તેના ત્રણ મુખ્ય એજન્ડાના અમલની જ ચિંતા છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સરકારી શાળાઓ બંધ કી રી છે કે મર્જ કરી રહી છે. એક દાયકામાં ૮૯ હજારથી પણ વધુ સ્કૂલોને બંધ કરી દેવાઈ છે અને તેની સામે ૪૩ હજારથી પણ વધુ સ્કૂલો ખૂલી છે.
આ બતાવે છે કે શિક્ષણમાં વ્યવસાયીકરણ અને ખાનગીકરણ અને ત્રીજું પાઠયપુસ્તકોમાં અને અભ્યાસક્રમોનું તીવ્રતાથી સાંપ્રદાયિકીકરણ કરી રહી છે.કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષમાં આ સરકારની ઓળખ સત્તાનું કેન્દ્રીકરણ કરનાર તરીકેની બની છે. તેમણે જણાવ્યું હતું કે તેનાથી સૌથી વધુ નુકસાન શિક્ષણ વિભાગને થયું છે. કેન્દ્ર અને રાજ્યના શિક્ષણ પ્રધાનોને મળીને બનાવાયેલા શિક્ષા સલાહકાર બોર્ડની બેઠક ૨૦૧૯ પછી એકપણ વખત થઈ નથી. સોનિયાએ જણાવ્યું હતું કે એનઇપી ૨૦૨૦નો અમલ કરતાં પહેલા એકપણ વખત રાજ્ય સરકારો સાથે સંવાદ કરવામાં આવ્યો નથી.
Reporter: admin