News Portal...

Breaking News :

યુવતી મહાલક્ષ્મીના 59 ટુકડા કરીને હત્યા કરનાર શંકાસ્પદ આરોપીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળ્યો

2024-09-26 11:54:02
યુવતી મહાલક્ષ્મીના 59 ટુકડા કરીને હત્યા કરનાર શંકાસ્પદ આરોપીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળ્યો


બેંગલુરુ: અહીં યુવતી મહાલક્ષ્મીના 59 ટુકડા કરીને તેની હત્યા કરનાર  શંકાસ્પદ આરોપી મુક્તિ રંજન રાયનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો છે. 


પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ થઈ ચૂકી છે. પરંતુ તે હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. બેંગલુરુ પોલીસ તેને શોધવામાં વ્યસ્ત હતી. બેંગલુરુના મહાલક્ષ્મી હત્યા કેસે મુંબઈની શ્રદ્ધા વાલકરની હત્યાની યાદ અપાવી દીધી હતી.ઓરિસ્સાના ભદ્રક વિસ્તારમાં એક વ્યક્તિની લાશ ઝાડ પર લટકતી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. એ સમયે મૃતકની ઓળખ મુક્તિ રંજન રાય તરીકે થઇ હતી. તેની પાસેથી એક બેગ, નોટબુક અને સ્કૂટર મળી આવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને રિપોર્ટ બાદ લાશ પરિવારને સોંપી હતી.


સુસાઈડ નોટમાં મુક્તિ રંજને કબૂલાત કરી હતી કે તેણે બેંગ્લોરમાં મહાલક્ષ્મી નામની મહિલાની હત્યા કરી હતી. આ પછી તેણે શરીરના ટુકડા કરી દીધા અને રેફ્રિજરેટરમાં રાખ્યા હતા. મુક્તિના ભાઈની પૂછપરછ દરમિયાન બેંગ્લોર પોલીસને આ આત્મહત્યાની માહિતી મળી હતી. ત્યારબાદ બેંગ્લોર પોલીસે ઓરિસ્સા પોલીસનો સંપર્ક કર્યો હતો અને કેસની પુષ્ટિ કરી હતી. ઓરિસ્સા પોલીસના જણાવ્યા અનુસાર મુક્તિએ સવારે 5 થી 5:30ની વચ્ચે આત્મહત્યા કરી લીધી હતી. બેંગ્લોર પોલીસ તેનું લોકેશન ટ્રેક કરી રહી હતી અને તેને જલ્દી પકડવા જઈ રહી હતી.મુક્તિ રંજનના મૃતદેહ પાસે એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે હત્યાની કબુલાત કરી છે અને કહ્યું છે કે તેણે આ ગુનો કરીને ભૂલ કરી છે. પોલીસે પણ મહાલક્ષ્મી હત્યા કેસમાં રાયને મુખ્ય આરોપી ગણાવ્યો હતો. મુક્તિ મહાલક્ષ્મી સાથે કામ કરતો હતો અને બન્ને વચ્ચે સહકર્મીઓ જેવો સંબંધ હતો.

Reporter: admin

Related Post