News Portal...

Breaking News :

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભારે તણાવ:અમેરિકાએ 30 ટકા નૌકાદળને ભૂમધ્ય સમુદ્રમાં ખડક્યું

2024-08-19 09:40:55
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભારે તણાવ:અમેરિકાએ 30 ટકા નૌકાદળને ભૂમધ્ય સમુદ્રમાં ખડક્યું


પેલેસ્ટાઈન અને હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયલે ઈરાનના ઘરમાં ઘુસીને હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયેહને ઠાર માર્યા બદલ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે. 


બંને દેશો વચ્ચે વધતા તણાવના કારણે સમગ્ર વિશ્વની નજર હવે મધ્ય-પૂર્વ પર છે. આ દરમિયાન અમેરિકા પોતાના મિત્ર દેશ ઈઝરાયલને બચાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. ઈરાન અને તેના સહયોગી આતંકવાદી જૂથોના હુમલાઓ સામે રક્ષણ આપવા માટે અમેરિકાએ તેના 30 ટકા નૌકાદળને ભૂમધ્ય સમુદ્રમાં અને તેની આસપાસ તહેનાત કરી છે. કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ અબ્રાહમ લિંકન એકથી બે દિવસમાં ભૂમધ્ય સમુદ્રમાં પહોંચી જશે. પરમાણુ મિસાઈલથી સજ્જ સબમરીન યુએસએસ જ્યોર્જિયા પણ નજીક પહોંચી ગઈ છે.ઓમાનની ખાડીમાં થિયોડોર રૂઝવેલ્ટ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ તહેનાત છે. 


આ સાથે બે યુદ્ધ જહાજ યુએસએસ જોન એસ મેકકેઈન અને યુએસએસ ડેનિયલ ઈનોઈને પણ અહીં તહેનાત કરવામાં આવ્યા છે.મલક્કાની ખાડીમાં અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ અહીં તહેનાત કરવામાં આવશે. તેના સાથી યુદ્ધ જહાજો યુએસએસ ઓક્સેન, યુએસએસ સ્પ્રોન્સ અને યુએસએસ ફ્રેન્ક પિટરસન જૂનિયરને અહીં તહેનાત કરવામાં આવ્યા છે.પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં એન્ફિબિયસ એસોલ્ટ શિપ અહીં તહેનાત કરવામાં આવ્યા છે. આ સાથે યુએસએસ વેસ્પ, યુએસએસ ઓક હિલ અને યુએસએસ નેવાર્ક પણ અહીં તહેનાત છે.

Reporter: admin

Related Post