ટંકારા: 2024માં દિવાળીના થોડા દિવસો પહેલાં મોરબીની હોટલના રૂમમાં કોઈનથી જુગાર રમતાં મોટા માથાંઓને પકડી 51 લાખ રૂપિયાનો તોડ કરવાના કેસમાં ટંકારાના તત્કાલિન પી.આઈ. વાય.કે. ગોહિલની છ મહિને ધરપકડ કરાઈ છે.
ડીજીપીએ તપાસ સોંપ્યા પછી સપાટી ઉપર આવેલા કેસની તપાસ સુરેન્દ્રનગરના ડીવાય. એસ.પી. રબારી કરી રહ્યાં છે. પરંતુ, છ મહિનાથી ભૂગર્ભમાં ઉતરેલા વગદાર પી.આઈ. ગોહિલ કચ્છના આદિપુર ખાતેના ઘરે પહોંચતા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી લીધા હતા. ટોકનથી રમાતાં જુગાર અંગે રેડ પાડી તેના 10 આરોપીના નામ મીડિયામાં ન આપવા તેમજ ફોન તથા આરોપી બદલવા માટે અર્ધા કરોડનો તોડ કરાયો હતો તેમાં સ્ટેટ સેલે તપાસ કરી ચોંકાવનારાં પુરાવા શોધી કાઢ્યા હતાં.
વર્ષ 2024ની 26 ઓક્ટોબરે રાજકોટ - મોરબી હાઈવે ઉપર કમ્ફર્ટ હોટલમાં ટંકારા પોલીસ સ્ટેશનના પી.આઈ. વાય. કે. ગોહિલ અને ટીમે દરોડો પાડીને 10 લોકોને જુગાર રમતાં પકડી પાડ્યાં હતાં. હોટલના રૂમમાં જુગાર રમતાં રાજકોટ અને મોરબીના શખ્સો પાસેથી 12 લાખ રોકડા, 8 મોબાઈલ ફોન, બે ફોરચ્યુનર કાર અને પ્લાસ્ટીકના કોઈન કબજે કરાયા અંગેનો વિધીવત ગુનો ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
Reporter: admin