નાસા :અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ધરતી પર વાપસી ફરી એકવાર અટકી ગઈ છે. અંતરિક્ષમાં 9 મહિનાથી ફસાયેલી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીને લઈને મોટી આશા હતી.
અમેરિકાની સ્પેસ એજન્સી નાસ સુનિતાની વાપસી સુનિશ્ચિત કરવા માટે ક્રૂ-10 નામનું સ્પેસશિપ લોન્ચ કરવાનું હતું. પરંતુ, ટેક્નિકલ ખામીના કારણે ક્રૂ-10 નું લૉન્ચિંગ ટાળવું પડ્યું છઠે. NASA એ કહ્યું કે, ક્રૂ-10માં હાઇડ્રોલિક સિસ્ટમમમાં તકલીફના કારણે લૉન્ચિંગ રોકવું પડ્યું છે.ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનિતાની વાપસી માટે ક્રૂ-10 મહત્ત્વપૂર્ણ છે કારણકે, તેનો હેતુ ક્રૂ-9 ની જગ્યા લેવાનું છે.
ક્રૂ-9 દ્વારા જ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસમાં ગયા હતાં. નાસાએ પહેલાં જ કહ્યું હતું કે, ક્રૂ-9 આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) થી ત્યારે જ પરત આવી શકે છે, જ્યારે ક્રૂ-10 અંતરિક્ષમાં લૉન્ચ થઈ જાય.
Reporter: admin