News Portal...

Breaking News :

કેલિફોર્નિયામાં સુનીલ યાદવ ઉર્ફે ગોલીની ગોળી મારીને હત્યા

2024-12-24 10:28:20
કેલિફોર્નિયામાં સુનીલ યાદવ ઉર્ફે ગોલીની ગોળી મારીને હત્યા


કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. સુનીલ યાદવ ઉર્ફે ગોલીની ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. 


માહિતી અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાકાંડની જવાબદારી લીધી છે. સુનીલ ડ્રગ સ્મગલિંગમાં મોટો ખેલાડી માનવામાં આવતો હતો, જે પાકિસ્તાનથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મેળવીને તેને દુનિયાભરમાં સપ્લાય કરતો હતો. સુનીલ યાદવ લગભગ 2 વર્ષ પહેલા નકલી પાસપોર્ટ દ્વારા અમેરિકા ભાગી ગયો હતો. સુનીલ યાદવ અબોહર ફાઝિલકાનો રહેવાસી હતો. 


સુનીલ અગાઉ લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલો હતો.સુનીલ યાદવ એક મોટો ડ્રગ્સ માફિયા હતો જે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતો હતો. તેણે પહેલા દુબઈ અને પછી અમેરિકામાં બિઝનેસ કર્યો. રાજસ્થાન પોલીસે સુનીલ સામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. રાજસ્થાન પોલીસે દુબઈમાં સુનીલ યાદવના સહયોગીની ત્યાંની એજન્સીઓ પાસેથી ધરપકડ કરાવી હતી. સુનીલ યાદવનું બીજું નામ ગોલી વરયામ ખેડા છે. સુનિલ યાદવની અગાઉ ગંગાનગરમાં પંકજ સોની હત્યા કેસમાં રાજસ્થાન પોલીસે ધરપકડ પણ કરી હતી.

Reporter: admin

Related Post