News Portal...

Breaking News :

સરકારી હોસ્પિટલની મુલાકાત ટાણે રાજ્યના આરોગ્ય મંત્રીનું નિવેદન : નવા વાયરસની ટેસ્ટ કીટ બેથી ત્ર

2025-01-06 14:55:48
સરકારી હોસ્પિટલની મુલાકાત ટાણે રાજ્યના આરોગ્ય મંત્રીનું નિવેદન : નવા વાયરસની ટેસ્ટ કીટ બેથી ત્ર


વડોદરા: ચીનના વાયરસે ભારતમાં દેખાદેતા દેશવાસીઓની ચિંતા માટે સરકાર સતત જાગૃત છે. 


ત્યારે આજે વડોદરાની એક દિવસની મુલાકાત અંતર્ગત સરકારી હોસ્પિટલ ખાતે પહોંચેલા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા વાયરસના લક્ષણો પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે. મોટેભાગે આ રોગમાં પણ કોવીડના પ્રોટોકોલ પ્રમાણેના જ લક્ષણો છે. જેમ કે, શરદી થવી, તાવ આવવો, ઉધરસ અને ગળામાં દુખાવો થવો. જેથી તે પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે. 


દેશમાં નોંધાયેલા પ્રથમ કેસ અંગે હાલ વધુ કોઈ માહિતી ન હોવાથી આ અંગે શું કહેવાનો ઈનકાર કરતા ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુંકે, આ રોગના ટેસ્ટ માટેની ટિની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આગામી બેથી ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં તે કીટ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો છે. સરકાર અને વિવિધ સંસ્થા આ રોગ અંગે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોઈપણ પ્રકારની ગભરાટ કે ચિંતા ઉભી ન થાય તે માટે સરકાર ગંભીર છે. અગાઉ જ્યારે કોવિડની મહામારી ફેલાઈ હતી ત્યારે સરકારે જે પગલાં લીધા તેના કારણે ભારતમાં ઓછું નુકસાન થઈ શક્યું હતું, જે કેન્દ્ર સરકારના સક્ષમ નેતૃત્વના કારણે થઈ શક્યું હતું.

Reporter: admin

Related Post