News Portal...

Breaking News :

ઇસનપુર વિસ્તારમાંથી SOGએ 647000ના ડ્રગ્સના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી

2024-08-02 10:26:28
ઇસનપુર વિસ્તારમાંથી SOGએ 647000ના ડ્રગ્સના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી


અમદાવાદ: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ચાલતા ડ્રગ્સના વેપારને પોલીસ ઝડપી પડ્યું છે. શહેરના ઇસનપુર વિસ્તારમાંથી SOGએ 6,47,000ના ડ્રગ્સના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. 


ઝડપાયેલી મહિલા પોતાન ઘરેથી જ આ કામ કરતી હતી, પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાનો પતિ કોઇ કામ કરતો ન હોવાથી તે આ કામ સાથે સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ SOGને બાતમી મળી હતી કે સાહિનબાનુ નામની મહિલા પોતાના મકાનમાં ડ્રગ્સનો ધંધો કરે છે અને હાલ તે ડ્રગ્સના જથ્થા સાથે હાજર છે અને સાંજે તેનો સાથીદાર આ જથ્થો લેવા આવવાનો છે. ત્યારબાદ SOGને મળેલી બાતમીના આધારે ટીમે શાહઆલમ નજીક આમજા ફ્લેટમાં પાંચમાં માળે સ્થિત મકાનમાં દરોડો પાડ્યો હતો.


પોલીસે સાહિનબાનુ યાસીનમીયા સૈયદ નામની મહિલાએ ઝડપી લીધી હતી અને આ મહિલા સાથે એક પુરૂષ આમિરખાન પઠાણની જડતી લીધા બાદ પ્લાસ્ટિકની ઝીપ લોક બેગમાં મળી આવેલી જેમાં MD ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું.એન્ટિ નાર્કોટિક્સ સેલની કાર્યવાહી: 24 કલાકમાં રૂ. 4.24 કરોડના ડ્રગ્સ સાથે ચાર પેડલરની ધરપકડ પોલીસના જણાવ્યા અનુસાર શાહીનબાનુનો પતિ કોઇ કામ કરતો ન હોવાથી મહિલા આ ધંધાથી આવક કરે છે. આ સાથે તેનો સાથીદાર આમિરખાન ડ્રગ્સની આપ લે કરી આપે છે, જે બદલ શાહીનબાનુ તેને પગાર ચૂકવે છે. આ મહિલા ડ્રગ્સનો જથ્થો રામોલની રહેવાસી શરીનબાનુ પાસેથી મેળવતી હતી અને અત્યાર સુધીમાં લગભગ સાતથી આઠ વખત તેણે ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Reporter: admin

Related Post