વડોદરા : નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં અંધારી જગ્યાએ સગીરા પર ગેંગ રેપની ઘટના સામે આવી છે. જે બાદ વડોદરા ગ્રામ્ય પોલીસ તથા શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ આ મામલાની તપાસમાં જોડાઇ છે.
નવરાત્રીના બીજા નોરતે પોતાના મિત્ર સાથે સગીરા ભાયલી વિસ્તારમાં આવેલી અંધારી જગ્યાએ બેસી હતી. દરમિયાન બે બાઇક પર પાંચ લોકોએ આવીને બંને જોડે માથાકુટ કરી હતી. ત્યાર બાદ એક બાઇક પર આવેલા બે લોકો ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે અન્ય ત્રણ દ્વારા માથાકુટ ચાલુ રાખવામાં આવી હતી. ત્યાર બાદ ત્રણ પૈકી એક દ્વારા સગીરાના મિત્રને રોકી રાખવામાં આવ્યો હતો. અને બાકીના બંને દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.વડોદરા શહેર સંસ્કારી નગરીના ભાયલીમા બીજા નોરતાની રાત્રે ૧૧ વર્ષની દિકરી સાથે ગેંગ રેપ નો બનાવ બન્યો છે તેના મિત્રને ગોંધી રાખી ત્રણ લોકોએ દિકરીને હવસ નો શિકાર બનાવી અને ત્રીજા વ્યક્તિ વારા અડપલા કરવામાં આવ્યા હતા ત્યારે માં-બહેન-દિકરીઓ-માતા પિતા ગભરાઈ ગયા છે
આ પહેલા પણ વડોદરા શહેરમાં ૨૮ નવેમ્બર ૨૦૧૯ના રોજ નવલખી ગ્રાઉન્ડમાં સગીરાના મંગેતરને ભગાડી સગીરાને ઝાડીમાં લઈ જઈ સામુહિક દુષ્કર્મ આવવ્યું હતું અને આ નરાધમો પકડાતા ન હતા પોલીસ હવા મા બચકા ભરતી હતી ત્યારે અમારા દ્વારા ગાંધીનગર ગૃહ ઉપવાસ આદોલન કરવામા કરવામાં આવ્યુ હતુ અને પછી અમદાવાદ કાઈમ બ્રાન્ચ ને તપાસ આપતા નવલખીના સામુહિક દુષ્કર્મના આરોપીઓ પકડાયા હતા.આ ઘટનાની જાણ સગીરાએ તેની માતા અને ભાઇને કરી હતી અને તેઓ બંને સગીરાને લઇને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવ્યા હતાં. બનાવ અંગે પોલીસે બીએનએસની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી હવસખોરોની શોધખોળ કરવા જિલ્લા પોલીસની એલસીબી,એસઓજી સહિતની ટીમો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી પણ હજુ 36 કલાક વિત્યા બાદ આરોપી પોલીસના પકડથી દૂર છે.વડોદરામા બીજા નોરતાનો બનાવ છે ત્યારે પોલીસ અમારી માંગ છે કે ૨૪ કલાકમાં ભાયલી ગેંગ રેપના આરોપીઓ નહિ પકડાય તો ગાંધીનગર ગૃહ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા નીચે બેસી ઉપવાસ આદોલન શરૂ કરવામા આવશે તેનો આવેદન વડોદરા ગ્રામ્ય પોલીસ જૂની કોઠી કચેરી ખાતે એસ.પી આજે હાજર ન હતા જેને લઈને તેમના પીએને આપવામાં આવ્યું હતું.આ આવેદનની નકલ કોપી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગૃહ મંત્રી વડોદરા જિલ્લાના કલેક્ટર અને માનવ અધિકાર પંચને નકલ રવાના કરવામાં આવી છે
Reporter: admin