ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઝિમ્બાબ્વે સામેની ટી20 સિરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૌથી મોટી વાત એ છે કે, અત્યાર સુધી જે ખેલાડીએ ક્યારેય કેપ્ટનશીપ કરી નથી, બીસીઆઈએ તેને સુકાની પદ સોંપ્યું છે. તો ટીમ ઈન્ડિયા સ્ક્વોડામાં કેટલાક એવા નામો પણ છે, જેમને પ્રથમવાર ટીમમાં સામેલ કરાયા છે.
શુભમન ગિલ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો સુકાની બનાવાયો છે, જોકે તેની સામે ઘણા પડકારો છે. ગિલે આઈપીએલ- 2024માં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી હતી, જોકે ગુજરાતનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું અને ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. આઈપીએલમાં ગુજરાતે 14 મેચોમાંથી માત્ર પાંચ મેચો જીતી હતી, તેથી ભારતીય ટીમનું સુકાની પદ સંભાળના ગિલ માટે ઝિમ્બાબ્વે સામે જવાબદારી સંભાળવી સરળ નહીં રહે. આ ઉપરાંત ગિલને પણ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની મોટી તક મળી છે.
ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે સિરીઝ કાર્યક્રમ
પ્રથમ T20I -06 જુલાઈ 2024
બીજી T20I -07જુલાઈ 2024
ત્રીજી T20I -10 જુલાઈ 2024
ચોથી T20I -13 જુલાઈ 2024
પાંચમી T20I -14જુલાઈ 2024
નોંધઃ- આ તમામ મેચો હરારે સ્પોર્ટ્સ ક્લબમાં સાંજે 4.30 કલાકે શરૂ થશે.
ઝિમ્બાબ્વે શ્રેણી માટે ભારતીય ટીમ:શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ , મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.
Reporter: News Plus