વડોદરા : શહેરના રાજમહેલ રોડ પાસે આવેલા જૂની કાછિયાપોળ ખાતે આવેલા કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા શરદપૂર્ણિમાના ગરબા યોજાયા હતા.
શરદ પૂર્ણિમાના ઉત્સવની ઊજવણી સમગ્ર રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલા જૂની કાછીયા પોળ ખાતે આવેલ કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોઠી પોળના ગરબા વર્ષો જુના ગરબા કહેવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું
ત્યારે અલગ અલગ થીમ પર જેવા કે ભજન મંડળી, ડાકોર પગપાળા સંઘ જતો હોય, ભગવાન રામ - સીતા માતા શંકર ભગવાન, રાધા-કૃષ્ણ , ભારતીય સૈનિક, મહાકાલ બાબા, ભૂત તેમજ ભગવાનના અને બીજા ઘણા બધા અલગ અલગ રૂપોમાં વેશ ધારણ કર્યો હતો તેમાં સૌ શેરીના રહીશો ગરબામાં જોડાયા હતા અને આનંદભેર ઊજવણી કરી હતી.
Reporter: admin