નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શ્રીલંકા પ્રવાસ દરમિયાન સાત મહત્ત્વના કરારો થયા. તેમા સંરક્ષણ, ઉર્જા, મંદિરોના વિકાસ સહિત ઘણા મુદ્દાઓ પર સંમતિ બની. બંને દેશ રક્ષા સહયોગમાં વધારો કરવા અને ત્રિકોમાલીને ઉર્જા કેન્દ્રના સ્વરૂપમાં વિકસિત કરવા સહિત ઘણી મહત્ત્વની સમજૂતીઓ પર કરાર કર્યા.
બંને વચ્ચે થયેલા મહત્ત્વના કરારોમાં વીજળીની આયાતનિકાસ માટે એચવીડીસી ઇન્ટરકનેકશનનો અમલ, ડિજિટલ પરિવર્તન માટે મોટા સ્તર પર સફળ ડિજિટલ સમાધાનોનું શેરિંગ કરવામાં સહયોગ, આરોગ્ય ક્ષેત્રમાં સહયોગ અને ફાર્માકોપિયામાં સહયોગ સામેલ છે. આ ઉપરાંત ત્રિકોમાલીમાં થિરુકોનેશ્વરમ મંદિર, નુવારા એલિયામાં સીતા એલિયા મંદિર અને અનુરાધઆપુરામાં પવિત્ર શહર સંકુલ પરિયોજના માટે ભારત નાણાકીય સહાય પૂરી પાડશે.
આંતરરાષ્ટ્રીય વૈશાક દિવસ ૨૦૨૫ પર શ્રીલંકામાં ભગવાન બુદ્ધની અવશેષ પ્રદર્શનને લઈ કરાર થયા હતા. તેની સાથે ભારત શ્રીલંકાને આપેલા ઋણને ગ્રાન્ટમાં પરિવર્તીત કરવા તૈયાર થયું હતું. આ ઉપરાંત બંને નેતાઓએ દાંબુલામાં પાંચ હજાર મેટ્રિક ટનની ક્ષમતાવાળા ગોદામનું ઉદઘાટન કર્યુ. શ્રીલંકાના બધા ૨૫ જિલ્લામાં બધા ધાર્મિક સ્થળો પર પાંચ હજાર સૌર રુફટોપ સપ્લાયનું પણ સંયુકત રીતે ઉદઘાટન કર્યુ. શ્રીલંકાએ પીએમ મોદીને દેશના સર્વોચ્ચચ સન્માન મિત્ર વિભૂષણથી નવાજ્યા. આ કોઈપણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલું ૨૨મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.
Reporter: admin