વડોદરા ના વારસિયા રિંગ રોડ પર બાલાજી વિંગ માં એક ચાલતા હાઈપ્રોફાઈલ કુટણખાના પર વારસિયા પીઆઇ વસાવાએ સપાટો બોલાવ્યો હતો.
વડોદરાના વારસિયા રિંગ રોડ પર બાલાજી વીંડ ના એચ.કે વીલા હોટલમાં કુટણખાનું ચાલતું હોવાની વારસિયા પીઆઇ વસાવા ને મળેલ બાતમી ના આધારે છાપો મારતા હોટલ એચ કે વીલામાં રૂપ લલનાઓ અને બે ગ્રાહકો ને ઝડપી લેવામાં આવ્યા હતા.રૂપ લલનાઓ સાથે ગ્રાહક જીતેન્દ્ર જિયોન્ટ અને સુરજ સિંગ કંબોજ ની કરાઈ અટકાયત કરવામાં આવી હતી.
જ્યારે હોટલ ના ભાગીદાર મીનેશ ઠક્કર ,રોનક અને હોટલ મેનેજર રમેશ પટેલને ઝડપી પાડવા વારસિયા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા હતા. વારસિયા રિંગ રોડ ના બાલાજી વિંગ ના કહેવાતા પોષ વિસ્તારમાં વારસિયા પોલીસ દ્વારા હાઈપ્રોફાઈલ કૂટણખાનું ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
Reporter: admin