News Portal...

Breaking News :

સયાજીગંજના પ્રોફિટ સેન્ટર પાસે આગનો બનાવ, ફાયરના ત્રણ બંબાએ આગ પર કાબૂ મેળવ્યો

2026-08-09 15:14:11
સયાજીગંજના પ્રોફિટ સેન્ટર પાસે આગનો બનાવ, ફાયરના ત્રણ બંબાએ આગ પર કાબૂ મેળવ્યો

વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં આવેલા પ્રોફિટ સેન્ટર પાસે આજે આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં બાજુમાં આવેલી પ્રેસિન્ડેટ હોટલના સ્ટાફે તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા.

આ દરમિયાન ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના ત્રણ બંબા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, જે શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી ત્યાં આગ સામે રક્ષણ માટે જરૂરી ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે પણ સવાલો ઉભા થયા છે.

આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post