પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા બારામતી એરસ્ટ્રિપ પર રવિવારે ટ્રેનર વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી જવાની ઘટના બની હતી. વિમાન એક ખાનગી કંપની દ્વારા સંચાલિત હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી.
મળતી માહિતી મુજબ, બપોરે આશરે 12:30 વાગ્યે લેન્ડિંગ દરમિયાન વિમાન રનવે પરથી લપસી ગયું હતું. ઘટનામાં પાયલટ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. બનાવની જાણ થતાં પોલીસ અને સંબંધિત અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.
અધિકારીઓ દ્વારા વિમાન રનવે પરથી કયા કારણોસર લપસ્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે ટેકનિકલ ખામી સહિતના સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2026માં પણ બારામતીમાં એક અલગ વિમાન દુર્ઘટના બની હતી, જેમાં મહારાષ્ટ્રના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. જોકે, બંને ઘટનાઓ અલગ-અલગ છે.
Reporter: admin







