વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરશે. ભારતીય ખેલાડીઓને લઈને બસ વડાપ્રધાન આવાસ પહોંચી ચૂકી છે. મુકકેબાજ લવલીના બોર્ગોહેન અને વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ વડાપ્રધાનને મળવા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે શાનદાર પ્રદર્શન કરતા કુલ 39 મેડલ જીત્યા હતા. તેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં ચોથા ક્રમે રહ્યું હતું.
બોક્સિંગ બન્યું ભારતનું સૌથી મોટું મેડલ બેંક
ભારતના 39 મેડલમાંથી સૌથી મોટું યોગદાન બોક્સિંગનું રહ્યું. ભારતીય મુકકેબાજોએ 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીત્યા. એટલે કે ભારતના લગભગ દર ચાર મેડલમાંથી એક મેડલ બોક્સિંગમાંથી આવ્યો.
એથ્લેટિક્સમાં પણ ભારતને કુલ 10 મેડલ મળ્યા, જોકે તેમાં એક પણ ગોલ્ડ મેડલ આવ્યો નહોતો.
વેઇટલિફ્ટિંગમાં 8, પેરા એથ્લેટિક્સમાં 6, જુડોમાં 4 અને પેરા પાવરલિફ્ટિંગમાં 1 મેડલ મળ્યો. આ રીતે ભારતના કુલ 39 મેડલમાંથી 37 મેડલ માત્ર પાંચ રમતોમાંથી આવ્યા હતા.
Reporter: admin







