News Portal...

Breaking News :

સવારે 6:00 વાગ્યાથી સુધીમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો: સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં પડ્યો

2025-06-21 11:30:50
સવારે 6:00 વાગ્યાથી સુધીમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો: સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં પડ્યો


અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની મોસમનો પૂર્ણરૂપે પ્રારંભ થઈ રહ્યો હોય તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. 


ચોમાસાની ઋતુ શરુ થતાંની સાથે જ આજે 21 જૂન સવારે 6:00 વાગ્યાથી સુધીમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં પડ્યો છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના અહેવાલ મુજબ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5 ઈંચ, આણંદના પેટલાદમાં સાડા 3 ઈંચ અને હાલોલમાં 2.7 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં 3.0 ઇંચ તેમજ આણંદના તારાપુરમાં પણ 2.7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.


રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા 24 કલાકમાં આણંદ શહેરમાં 2.0 ઇંચ, તારાપુરમાં 2.7 ઇંચ અને બોરસદમાં 2.5 જ્યારે ભરૂચના જઘડિયામાં 2.4 ઇંચ, પંચમહાલના હાલોલમાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 9 તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે 51 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Reporter: admin

Related Post