પેપર લીક અને પરીક્ષા રદ થવા બાબતે દેશભર માં ચર્ચા નો વિષય બની રહી છે . ,એળિકાળ પ્રવેશ પરીક્ષા ‘નીટ’ ની સમસયા વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા યોજાયેલ UGC-NET પરીક્ષા રદ્દ થઇ હોવાથી લોકો નો આક્રોશ વધી ગયો છે . આ પેહલા યુજીસી નીટ યૂજી પરીક્ષા નું પેપર લીક થવા બાબત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ વડાપ્રધન પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકાર દરેક શૈક્ષણિક સંસ્થાઓને કેપ્ચર કરી હોવાથી આ બબધું થતું રહેશે . મોદી રશિયા-યૂક્રેન યુદ્ધ અટકાવી શક્યાં પરંતુ પેપર લીક ન અટકાવી શક્યાં . રાહુલ ગાંધી એ કહ્યું કે શિક્ષણ વ્યવસ્થાનું ડિમોનેટાઈઝેશન થઈ રહ્યું છે . અને આ પ્રશ્ન ગંભીર હોવા થી તેઓ સાંસદ માં ઉઠાવશે . કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ પ્રેસ કોન્ફરન્સ માં કહ્યું કે વડાપ્રધ યુદ્ધ રોકી શકે છે પરંતુ પેપર લીક ની સમસ્યા રોકી નથી શકતા . આ બાબત એક ગંભીર હોવા થી તેની પૂરતી માહિતી મેળવી જવાબદાર વ્યક્તિ પર કાર્યવાહી થવી જોઈએ .
આજ ના વિધાર્થીઓ દેશ નું ભવિષ્ય છે , જેમના ભવિષ્ય માટે થઇ આ માટે પુતિ તાપસ થવી જોઈએ . તેમનું કેહવું છે કે કોઈ જવાબદાર વ્યક્તિ ની એની પાછળ નિષ્કાળજી છે જેના પર કાર્યવાહી થવી જોઈએ .
કોંગ્રેસ ના નેતા એ કટાક્ષ કર્યો કે વડાપ્રધાન ને પેપર લીક અટકાવા નથી કે અટકાવા માંગતા નથી. તેમને જણાવ્યું કે ભાજપે શૈક્ષણિક સંસ્થાઓ પર કબ્જો કર્યો હોવા થી દેશ ના વિદ્યાર્થીઓ ની સાથે રમત રમાઈ રહી છે જે દેશ ના ભવિષ્ય માટે સારું નથી , વધુ માં નેતા એ કહ્યું કે આ અંગે તેઓ સાંસદ માં આ મુદ્દે વાત કરશે .
તેમણે વધુમાં કહ્યું કે, NEETનું પેપર લીક થયું છે. ભાજપે એજ્યુકેશન સિસ્ટમ પર કબજો કર્યો છે. મહેનતુ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે. દોષિતો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. દેશના યુવાઓ સાથે રમત રમાઈ રહી છે. અમે નીટ પેપર લીકનો મુદ્દો સંસદમાં ઉઠાવીશું.8 જૂને UGC-NETની લેવાયેલી પરીક્ષા રદ થઈ, રદ કરાયેલી પરીક્ષા નવેસર થી લેવાશે જેની તારીખો આગળ વિગત પ્રમાણે જાહેર થશે , હાલ પેપર લીક ની ઘટના સીબીઆઈ ને સોંપવામાં આવી છે . જેની સત્તાવાર યાદી અનુસાર આગળ ની કાર્યવાહી થશે . પેપર લીક માં સામેલ થયેલ જવાબદાર વ્યક્તિ પર યોગ્ય કર્યવાહી થશે .
Reporter: News Plus