થાઈલેન્ડ : પંજાબની રશેલ ગુપ્તાએ થાઈલેન્ડમાં આયોજિત મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ 2024નો ખિતાબ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.
આ પ્રથમ વખત છે, જ્યારે કોઈ ભારતીયે આ પ્રતિષ્ઠિત તાજ જીત્યો હોય. ફિનાલેમાં, રશેલે 69 સ્પર્ધકો વચ્ચે ભારતને આ ગૌરવ અપાવ્યું છે. પેરુની મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2023ની વિજેતા લ્યુસિયાના ફસ્ટર દ્વારા રશેલને તાજ પહેરાવવામાં આવ્યો હતો.મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ 2024માં ભાગ લેનાર 69 સ્પર્ધકોમાંની એક રશેલ ગુપ્તા હતી.
રશેલે તાજ જીતવા માટે ગ્રાન્ડ ફિનાલેમાં ફિલિપાઈન્સની ફેવરિટ સીજે ઓપિયાઝાને હરાવી હતી. આ સ્પર્ધાની અન્ય ચાર રનર અપ ફિલિપાઈન્સની ક્રિસ્ટીન જુલિયાન ઓપિયાઝા (ફર્સ્ટ રનર અપ), મ્યાનમારની થાઈ સુ નયન (સેકન્ડ રનર અપ), ફ્રાંસની સેફિતુ કેબેંગેલ (થર્ડ રનર અપ) અને તાલિતા હાર્ટમેન બ્રાઝિલ (ચોથો રનર અપ) છે.
Reporter: admin