News Portal...

Breaking News :

પીયુ દાન ગઢવી અને કમલેશ બારોટના સ્વર કંઠે લોક ડાયરાનું આયોજન

2025-04-11 12:13:46
પીયુ દાન ગઢવી અને કમલેશ બારોટના સ્વર કંઠે લોક ડાયરાનું આયોજન


વડોદરા : શ્રીવ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટી સુભાનપુરા સમતા વડોદરા ખાતે જુદાજુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજરોજ પીયુ દાન ગઢવી અને કમલેશ બારોટના સ્વર કંઠે  લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.



વડોદરા શહેરમાં સુભાનપુરા સમતા વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પિયુદાન ગઢવી અને કમલેશબારોટનાસ્વરમાંલોકડાયરાનુંઆયોજનકરવામાંઆવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં શહેર ભાજપના કારોબારી સભ્ય તથા પુવૅકાઉન્સિલર રાજેશ આયરે તથા વોર્ડ નં 9 યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે તથા વગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સભ્ય વિજય પટેલ તથા વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રમુખ સંજયભાઈ ખેરે તથા હિમાંશુ અગ્રવાલ તથા ગોપાલભાઈસોરઠીયા રામસિંગ શેખાવત તથા જગદીશ શેખાવત મહાનુભાવો ઉપસ્થિતમાં પિયુ દાન ગઢવી અને કમલેશ બારોટના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું 


જેમાં મોટી સંખ્યામાં વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટીના લોકો આ ડાયરાનો આનંદ માર્યો હતો તા. 12 એપ્રિલના મંદિર ખાતે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આજે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો જોડાયા હતા.જેથી ભાવિ ભક્તોનેપધારવા આમંત્રણ આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post