ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધના તણાવની સ્થિતિ જોવા મળી રહી છે જેને લઇ વડોદરાનું તંત્ર પણ સતર્ક અને એલર્ટમોડમાં છે

વડોદરા મહાનગર પાલિકા અને શહેર પોલીસ દ્વારા શહેરમાં અનેક તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરામાં આવેલ હરણી હવાઈ મથકની દિવાલ પાસે આવેલા નડતરરૂપ દબાણોનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાલિકાની દબાણ શાખાને ટીમ અને પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ હટાવાઈ રહ્યા છે.મ્યુ. કમિશનરને આદેશ મુજબ એરપોર્ટની દિવાલને અડીને 10 ફૂટ સુધી કોઈ પણ જાતનું દબાણ તાત્કાલિક દૂર કરાઈ રહ્યા છે.




Reporter: admin