વડોદરાઃ દારૂના નશામાં નવાયાર્ડ વિસ્તારમાં રાતે ધાંધલ મચાવી પોલીસ વાનમાં તોડફોડ કરનાર માથાભારે શખ્સને પોલીસે તેના જ વિસ્તારમાં લઇ જઇ માફી મંગાવી હતી.
નવાયાર્ડમાં બે દિવસ પહેલાં રાતે દારૃ પી તોફાન મચાવનાર વસિમ દુરાની(બાજરા) (રહે.રોશન પાર્ક,નવાયાર્ડ)એ પોલીસની વાનમાં તોડફોડ પણ કરી હતી.જેથી તેની સામે દારૂ પીધેલાનો તેમજ સરકારી વાહનને નુકસાન પહોંચવાના બે અલગ અલગ ગુના નોંધાયા હતા.ફતેગંજ પોલીસે આજે આરોપીને તેના જ વિસ્તારમાં લઇ જઇ ફેરવ્યો હતો અને ઉઠબેસ કરાવી માફી મંગાવી હતી
Reporter: admin