વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો...
શહેરના સમા વિસ્તારમાં આવેલી પોદ્દાર સ્કૂલમાં ફી મામલે વિવાદ સર્જાતા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન અને વાલીઓએ ફી પરત કરવા શાળા સંચાલક સમક્ષ માગ કરી છે.

સંચાલકોએ ફી પરત કરવાની બાંહેધરી આપી હોવા છતાં ફી પરત કરવામાં શાળા દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આથી વાલીઓએ શાળા સંચાલકો સામે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે અને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન સાથે રણનીતિ ઘડવા અંગે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં હાજર રહેલા એક વાલી અજીતભાઇએ મિડીયાને જણાવ્યું હતું કે શાળા સંચાલકોએ 7 દિવસમાં ફી પરત આપવાની વાત કરી હતી પણ હજું સુધી આપ્યા નથી. હવે શાળા દ્વારા આંતરીક પોલીટીક્સ ચાલુ કરાયું છે અને દરેક વાલીને અલગ અલગ બોલાવીને તેમનું બ્રેઇન વોશ કરે છે અને બીવડાવે છે તથા છોકરાઓને કાઢી મુકવાની વાત કરે છે.
હવે આ મામલે આગળ શું કરવું તે માટે અમે અહીં આજે ભેગા થયા છીએ. 25 તારીખે અમને મેડમે બોલાવ્યા છે અને જો તેમની વાતચીતમાં સંતોષકારક જવાબ મળશે તો આંદોલન બંધ કરી દઇશું નહિંતર અમે ડીઇઓ કચેરીમાં જઇને રજૂઆતો કરીશું. એફઆરસીની રચના જ આના માટે કરાઇ છે કે આવી શાળાઓ ગેરકાયદેસર રીતે વધારે ફી લે છે. છતાં એફઆરસીના નિયમોનું પાલન કરાતું નથી.
Reporter: admin