સંભલ: જામા મસ્જિદની મેનેજમેન્ટ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, અરજીમાં સર્વેને તાત્કાલિક રોકવાની માંગ કરવામાં આવી છે.
દલીલ કરવામાં આવી છે કે ઐતિહાસિક ધર્મસ્થાનો પર આવા સર્વે સાંપ્રદાયિક તણાવમાં વધારો કરી શકે છે અને દેશના બિનસાંપ્રદાયિક માળખાને નુકશાન પહોંચાડી શકે છે.આજે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેંચ વધુ સાંપ્રદાયિક તણાવ અને ઐતિહાસિક પૂજા સ્થાનો સંબંધિત સંવેદનશીલ વિવાદોને રોકવા માટે સુપ્રીમ કોર્ટની સીધી હસ્તક્ષેપની માંગણી કરતી અરજી પર વિચાર કરશે. અલ્હાબાદ હાઈકોર્ટને બાયપાસ કરીને સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
તણાવ વચ્ચે આજે શુક્રવારની નમાજ અદા કરવામાં આવશે. આ અંગે પોલીસ સજ્જ છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુરાદાબાદ ડિવિઝન પોલીસ કમિશનરે તૈયારીઓ વિશે માહિતી આપી હતી. તેમણે લોકોને તેમની નજીકની મસ્જિદોમાં જ નમાજ અદા કરવા અપીલ કરી છે. કમિશનરે કહ્યું કે લોકોએ જામા મસ્જિદમાં જવાનું ટાળવું જોઈએ.
Reporter: admin