વડોદરા શહેર જૂની કલેકટર કચેરી ની સામે આવેલ સરકારી બિલ્ડીંગ નો ભાગ મોડી રાત્રે ધરાશાયી થયો હતો. સદ નસીબે મોડી રાત્રે ઇમારતનો ભાગ ધરાશાહી થતા જાનહાનિ ટળી હતી.

થોડાક દિવસો પહેલા ઈમારત ની દિવાલ નમી પડી હતી. અને ગત મોડી રાત્રે આ બિલ્ડીંગ ની દિવાલ ધરાશાહી થઈ હતી. આ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની કામગીરી નો હોવાથી આ બિલ્ડિંગમાં લોકોની અવર જવર બંધ કરવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી કે આ ઈમારત જર્જરિત હાલતમાં છે

જે તે અહીં લોકોએ ઈમારતની આજુબાજુ બેસવું નહીં અને ઇમારતની અંદર પ્રવેશ કરો નહીં તેવી નોટિસ લગાવવામાં આવી હતી. પરંતુ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે ત્યારે આ ઈમારતનો ભાગ વધુ ધરાશાહીનો થાય અને આ ઈમારતને ઉતારી લેવી જોઈએ તેવી સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી એ જણાવ્યું હતું.



Reporter: admin