News Portal...

Breaking News :

પેરાગ્લાઈડર પેન્ગ યુજિયાંગ પૃથ્વીથી ૨૭,૮૦૦ ફીટ ઉપર ખેંચાઈ ગયો

2025-06-03 11:05:47
પેરાગ્લાઈડર પેન્ગ યુજિયાંગ પૃથ્વીથી ૨૭,૮૦૦ ફીટ ઉપર ખેંચાઈ ગયો


નવી દિલ્હી : ચીનમાં એક પંચાવન વર્ષીય પેરાગ્લાઈડર પેન્ગ યુજિયાંગ ક્લાઉડ સક તરીકે ઓળખાતા એક દુર્લભ અપડ્રાફ્ટમાં ઝડપાતા પૃથ્વીથી ૨૭,૮૦૦ ફીટ ઉપર ખેંચાઈ ગયો હતો. 


૨૪ મેના રોજ ગાંસુના ઉત્તર પ્રાંતમાં યુજિયાંગ જમીન પર નવા પેરાગ્લાઈડિંગ સાધનનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે વાદળોની રચનાની ઝપેટમાં આવી ગયો. રસપ્રદ બાબત છે કે યુજિયાંગનો એ દિવસે પેરાગ્લાઈડિંગ કરવાનો ઈરાદો નહોતો, તે માત્ર તેના નવા યુનિટ પરીક્ષણ કરતો હતો. ચીનના સોશિયલ મીડિયા  પર અપલોડ થયેલા વીડિયોમાં યુજિયાંગ અત્યંત ઊંચાઈએ હવામાં ઊડતો દેખાઈ રહ્યો છે, તેનો ચહેરો અને શરીર અત્યંત ઓછા તાપમાનને કારણે બરફથી ઢંકાઈ ગયો છે. યુજિયાંગ મોટાભાગે સુરક્ષિત રહ્યો હતો અને માઈનસ ૪૦ ડીગ્રી સેલ્સિયસ જેટલા ઓછા તાપમાનમાં પણ બચી ગયો. 


આટલી ઊંચાઈએ તાપમાન માઈનસ ૪૦ ડીગ્રી સેલ્સિયસથી પણ ઓછું હોય છે અને સંભવ છે કે યુજિયાંગ ઓક્સિજનના અભાવે બેહોશ થઈ ગયો હોવો જોઈએ.યુજિયાંગે જણાવ્યું કે તેણે એ દિવસે પેરાગ્લાઈડિંગની કોઈ યોજના નહોતી બનાવી, પણ માત્ર નવા ઉપકરણની ફિટ ચકાસી રહ્યો હતો. આ ઘટના પછી લાંબો સમય સુધી તેના હાથ અને ચહેરો સુન્ન લાગતા હતા અને તેના શરીર પર શરૂઆતમાં ખૂબ જ સોજો આવી ગયો હતો, જો કે પછી તે ઉતરી ગયો હતો. યુજિયાંગે સૌથી વધુ પેરાગ્લાઈડિંગ ઉડાનનો વિશ્વ વિક્રમ લગભગ તોડી નાખ્યો હતો, જે ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયામાં એક આકસ્મિક અને લગભગ જીવલેણ ઘટના દરમ્યાન સ્થાપિત થયો હતો જ્યારે જર્મન પેરાગ્લાઈડર ઈવા વિસ્નીયર્સકા વાવાઝોડા જેવા તોફાનમાં સપડાઈ ગઈ હતી.  આ ઘટનામાં વિસ્નીયર્સકા લગભગ ૪૫ મિનિટ સુધી પૃથ્વીથી લગભગ છ માઈલ ઉપર તણાઈ ગઈ હોવા છતાં મોટાભાગે સુરક્ષિત રહી હતી.

Reporter: admin

Related Post